
ઉમરગામના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 3,34000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો
વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉમરગામ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેમજ ચોરીમાં ગયેલ 3,34000 રૂપિયાના મુદ્દામાલ સાથે મોહમદ સાહીલ મોબીનખાન નામના યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ગત 20મી ડિસેમ્બર 2023 થી 24/12/2023 દરમ્યાન એક બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેથી ઉમરગામ પો.સ્ટે.ને ગુનો નોંધાયેલ હતો. જે અનુસંધાને પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી ઉમરગામ પો.સ્ટે.ની રાહબારી હેઠળ ઉપરોક્ત ગુનો શોધી
કાઢવા સારૂં તપાસ શરૂ કરવામાં આવેલ.
જે અન્વયે પો.કો.વાલજીભાઈ મેરામભાઈ તથા પો.કો. પિયુષકુમાર મહેન્દ્રભાઇને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે ઉમરગામ ગાંધીવાડી ...