
ઉમરગામ GIDCમાં આવેલ Bharat Resins અને રાજીવ ગાર્મેન્ટ કંપનીમા ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારમાં મચી દોડધામ
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. આગ વિકરાળ હોય ઉમરગામ, સરીગામ, વાપી, દમણ, સેલવાસના ફાયર જવાનોને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં.
ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લીધી હતી. શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાઈટરની ટીમેં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. વિકરાળ આગ હોય વધુ ફાયર ફાઈટરની જરૂર જણાતાં દમણ, સેલવાસ વાપી, સરીગામ સહિત વલસાડ જિલ્લાના અન્ય ફાયર ફાયટરોની ટીમોને મદદ માટે બોલાવવામા...