ઉમરગામ તા.પં સદસ્ય અને પૂર્વ સરપંચના પુત્રોએ પાલીગામના એક વૃદ્ધ સહિત 3 પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ
ઉમરગામ તાલુકાના પાલી ડુંગરપાડા ખાતે પૂર્વ સરપંચના પુત્રોએ જૂની અદાવતમાં 3 વ્યક્તિઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. ધુળેટીના દિવસે બનેલી આ ઘટના બાદ ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય અને પાલી ડુંગરપાડાના પૂર્વ સરપંચ ભીલાસ વારલીના પુત્રો મોનાગ વિલાસ વારલી, અભય સંજય વારલી દિવ્યેશ નવીન વારલીએ તારીખ 25/3/24ના ધુળેટીની રાત્રે આ હુમલો કર્યો છે. જેઓએ ફરિયાદીના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ઘર આંગણે બાંધેલા મંડપને લાકડી મારી હતી. જે બાબતે તેને ટોકતા ત્રણેયે ફરિયાદી અને તેની પુત્રી-જમાઈ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
3 વ્યક્તિઓને ઘાયલ કરનાર અભયે બાઈક ઉપરથી ઉતરી ફરિયાદી દિલીપભાઈને ઢીક્કા મુક્કી નો માર માર્યો હતો. જેને બચાવવા વચ્ચે પડેલા જમાઈ અને પુત્રીને પણ વિલાસ વરલીના પુત્ર મોન...