
ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત…! મોદીના ડ્રિમ પ્રોજેકટને અધિકારીઓએ બનાવ્યો ખિસ્સા ભરવાનો પ્રોજેકટ…?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસલક્ષી કામની ગ્રાન્ટનો ફાયદો સીધો લાભાર્થીને થાય એ માટે વચેટીયાઓને દૂર કરવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. નવી ટેક્નોલજી પર ભાર મૂકી સરકારી લેવડદેવડમાં અનેક ફેરફાર કર્યા છે. આવા જ મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા GeM (Government e Marketplace) પોર્ટલને હાલ અધિકારીઓ અને વેપારીઓએ ગ્રહણ લગાડ્યું છે. જેને કારણે ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત તાલુકો બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.....!
દેશની દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામ થઈ શકે, તે માટે જરૂરી તમામ પ્રકારની ખરીદી (બાંકડા, પંચાયતનું ફર્નિચર, સ્ટ્રીટ લાઈટ, કચરા પેટી અન્ય જરૂરિયાત મુજબની સાધન સામગ્રી) ઓનલાઈન ખરીદી શકે, સસ્તા દરે ખરીદી શકે, ગ્રાન્ટ મુજબના ભાવમાં ખરીદી શકે તેવા અનેક શુભ વિચાર સાથે વડાપ્રધાને Gem પોર્ટલ લોન્ચ કર્યું છે. જો કે, આ Gem પોર્ટલથી વચેટિયાઓને મળતા પૈસા અટકી જશે....