લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા ભવ્ય “Maker’s Fiesta” ની ઊજવણી કરાઈ
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશન શાળા,લક્ષ્મી ગ્લોબલ શાળા અને લક્ષ્મી પ્રી-પ્રાઈમરી શાળા દ્વારા તારીખ 23, ડિસેમ્બર-2023 ના "Maker's Fiesta"(આનંદ મેળા)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ Maker's Fiesta માં ફોટોગ્રાફી ક્લબ, IT ક્લબ, MUN ક્લબ, વિજ્ઞાન ક્લબ,ઈકો ક્લબ, સમાજવિદ્યા ક્લબ, ગણિત કલબ, ડ્રોઈંગ ક્લબ, ડાન્સ ક્લબ, બિઝનેસ ક્લબ, કુકરી ક્લબ, રમત-ગમત ક્લબ તેમજ વિવિધ ક્લબના વિદ્યાર્થીઓની કૌશલયુક્ત શક્તિને બહાર લાવી એમની મહેનત દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ અને પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ગેમ્સ અને લાઈવ પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું હતું.
આ Maker's Fiesta ની આશરે 2000 જેટલા વાલીઓએ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ,વિવિધ પ્રવૃત્તિઓને નિહાળી આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમના આયોજનને પ્રોત...