હા…શ..! આખરે સરીગામ બાયપાસ રોડના નવીનીકરણનું થયું ખાતમુહૂર્ત, 11.32 કરોડના ખર્ચે 9 મહિનામાં બનશે ટકાટક રોડ
ઉમરગામ તાલુકાના સરીગામ GIDC અને નજીકના ગ્રામ્ય વિસ્તારને જોડતા સરીગામ બાયપાસ રોડના નવીનીકરણનું રવિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે PWD દ્વારા રોડના નવીનીકરણને લગતી વિગતો અપાઈ હતી.
NH48 થી મરોલી રોડ 0/7 કિલોમીટર થી 15/30કિલોમીટર (વર્કિંગ સેક્શન સરીગામ બાયપાસ રોડ 2/0 થી 4/5 કિલોમીટર)ના આ રોડની ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24.65 કરોડની વહીવટી મંજૂરી અપાઈ છે. જે પૈકી રૂપિયા 16,98,89,800 ની તાંત્રિક મંજૂરી મેળવી છે. હાલ 11.32 કરોડના સરીગામ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાયો છે. તેવું PWD ના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ દ્વારા જણાવાયું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરીગામ બાયપાસ રોડ તથા સરીગામ, ડુંગરપુર, પુનાટ, કાલઈ રોડ કુલ 11.32 ક...