ઉમરગામ ટાઉનમાં રસ્તાનાં મજબૂતીકરણનાં ચાલતાં કામની ચર્ચા બની ‘Talk of the town’…!
ઉમરગામ ટાઉનથી સ્ટેશન રોડ, મહારાષ્ટ્ર બોર્ડર સુધી રાજ્ય ધોરીમાર્ગનાં મજબૂતીકરણનું અપગ્રેડિંગ કામ, માર્ગ અને મકાન વિભાગ, વલસાડની કચેરીનાં નેજા હેઠળ થઈ રહ્યું છે. જેમાં, સદર મુખ્ય માર્ગનાં ઉમરગામ GIDC કોલોની ફાટાથી, લગભગ પાવર હાઉસ / ગાંધીવાડી સુધી વ્હાઈટ ટોપિંગનું કામ થઈ રહ્યું છે.
આવી કામગીરી માટે હવે જાહેર માર્ગનાં રસ્તાઓને સલામત અને ખાડામુક્ત બનાવવા વ્હાઈટ ટોપિંગ પધ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. ટુંકમાં, વ્હાઈટ ટોપિંગ, એ પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રિટ (PCC)નો છે. વ્હાઈટ ટોપિંગ, રસ્તામાં તિરાડો અને ખાડામાંથી મુક્ત કરવાનાં વિકલ્પ રૂપે કામ કરે છે. જેથી, વાહનોની યાતાયાત સુરક્ષિત અને ઝડપી બને એટલા માટે સરકાર આવાં રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે.
આ વ્હાઈટ ટોપિંગ કામની શરૂઆતમાં જ આ બાબતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ નરેશ બાંથીયાએ એકલા હાથે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, વિભાગીય અધિકારી તથા ...