વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામના આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી/ વહીવટદાર, ઉમરગામ મામલતદાર, ટી.ડી.ઓ. ઉમરગામ, પ્રાંત ઓફીસર, પારડી અને વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતની રજુઆત કરી છે. તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશ કિકુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
આવેદનપત્ર પાઠવનાર આદિવાસી પરિવારોએ જણાવ્યું છે કે, વલવાડા ગ્રંપંચાયતમાં આવેલ સરકારી ગૌચરણની જમીન જૂનો સર્વે નંબર- 27 અને 29 વાળી જમીનમાંથી હિતેશ કિકુભાઈ પટેલ નામના ઈસમ દ્વારા આદિવાસી લોકોને ડરાવી, ધમકવી તેમને ગાયબ કરી દેવાની ધમકીઓ આપી છે. અને જોર જબરદસ્તીથી કોઈપણ જાતની સરકારી પરવાનગી લીધા વગર 40 ફૂટનો પત્થર અને માટી, મોહરમ પૂરી રોડ બનાવ્યો છે.
રોડ બનાવતી વખતે ખોટા વાયદા કરી રોડ બનાવ્યો છે. અને હિતેશભા...