Friday, October 18News That Matters

Tag: umargam news gidc Which of the inflammable products in bharat resins pvt ltd which burned itself and burned others really caused such a fierce fire

આગમાં પોતે બળી અને બીજીને બાળતી ગયેલ ભારત રેઝિન્સમાં ખરેખર એવી કઈ જ્વલનશીલ પ્રોડક્ટ હતી કે આટલી વિકરાળ આગ લાગી…?

આગમાં પોતે બળી અને બીજીને બાળતી ગયેલ ભારત રેઝિન્સમાં ખરેખર એવી કઈ જ્વલનશીલ પ્રોડક્ટ હતી કે આટલી વિકરાળ આગ લાગી…?

Gujarat, National
ઉમરગામ GIDC માં આવેલ ભારત રેઝીન્સ લિમિટેડ નામની કંપનીમાં 19મી નવેમ્બર રવિવારે ભીષણ આગ લાગી હતી. કંપનીની આ આગ માં નજીકની ગાર્મેન્ટ કંપની પણ સ્વાહા થઈ ગઈ છે. આ આગ ના કારણો અંગે GPCB એ કે કંપની સંચાલકોએ કરેલો ખુલાસો ગળે ઉતરે તેવો નથી. જો કે એ સિવાયના અનેક પ્રશ્નો એવા છે કે જે પણ હજુ સુધી અનુત્તર રહ્યા છે. આગ માં સ્વાહા થયેલ ભારત રેઝિન્સ પ્રા.લી અને સિમ્પોલ પ્રોડકટ્સ પ્રા.લી. જોડે શું સંબંધ છે? ઉંમરગામ જીઆઈડીસીમાં એક્રેલિક રેઝિન, ઈપોક્સી રેઝિન, પોલિમાઈમ રેઝિન, એમિનો રેઝિન, ઈપોક્સી હાર્ડનર્સ, ઈપોક્સી એસ્ટર્સ, પોલિવિનાઈલ બ્યુટિરલ રેઝિન, કેટોનિક રેઝિન વિગેરેમાંથી કયું સળગ્યું હતું? શું શેડ પ્લોટમાં આ કામગીરી થઈ શકે? તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે જે અંગે લોકોનું જ માનવું છે કે, પોલીસ આમાં ઉંડી ઉતરે તો તપાસમાં ઘણું બધું સામે આવી શકે છે. હાલ આ કંપનીને બચાવવાં ઘણાં લોકો મેદાને છે. એ પણ તપાસનો વિષય...