Wednesday, February 26News That Matters

Tag: Umargam News Child scientists presented 41 works in the child science exhibition of 30 schools of Umargam-Solasumba cluster

ઉમરગામ-સોળસુંબા કલસ્ટરની 30 શાળાઓના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ 41 કૃતિઓ રજૂ કરી

ઉમરગામ-સોળસુંબા કલસ્ટરની 30 શાળાઓના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ 41 કૃતિઓ રજૂ કરી

Gujarat, National
ગુરુવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઉમરગામ-સોળસુંબા ક્લસ્ટર હેઠળ આવતી 30 શાળાઓની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોળસુંબા વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર શાળામાં આયોજિત આ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 41 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉમરગામ-સોળ સુંબા ક્લસ્ટર કક્ષાના આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 5 વિભાગ રાખવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો ને આવરી લેતી મનમોહક અને સમાજ ઉપયોગી 41 કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ સ્વચ્છ સુખાકારી જીવનશૈલી અંતર્ગત સ્માર્ટ કચરાપેટી, આરોગ્યપ્રદ વિવિધ મિલેટ્સ વાનગીઓ, પર્યાવરણનું જતન કરતા અત્યાધુનિક ઉપકરણો વગેરે બનાવી પ્રદર્શનીમાં મુક્યા હતાં. જેને નિહાળી શિક્ષકો, અતિથિગણ દ્વારા સરાહના કરવામાં આવી હતી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તા...