ઉમરગામ માં રસ્તાની વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢ્યો…!
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગનાં રસ્તા પર ચાલતું વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢતાં, ઉદ્યોગપતિઓ આશ્રર્ય પામ્યા હતાં.
આ અંગે તપાસ કરતાં એવી જાણકારી પ્રાપ્ત થયેલ કે, આ કામનાં સુપરવિઝન કરતાં વ્યક્તિઓ, બાળકોને રસ્તા પર પાણી છંટકાવનું કામ કરાવે છે...! જોકે, ગણગણાટ એવો પણ છે કે, જો બાળ મજૂર કોઈ ઔદ્યોગિક એકમોમાં મળે તો લેબર ઓફિસરો કાનુની કાર્યવાહી કરતાં જરાં પણ અચકાતાં નથી. જ્યારે આ જ બાળ મજૂરો રસ્તા પર ખુલ્લેઆમ નજરે પડે ત્યારે આ જ લેબર ઓફિસરો ગાંધીજીનાં ત્રણ વાંદરાની ભુમિકામાં જોવાં મળે છે.
હવે જોવું રહ્યું કે, આ ફોટોમાં દેખાતાં બાળ મજૂર સંદર્ભે લેબર ઓફિસરો ઠેકેદાર પર શું કાર્યવાહી કરશે?...