ઉમરગામમાં ભાજપના મંત્રી સાથે કાર્યકરો ફોટા પડાવવાની લ્હાયમાં સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા, રક્તદાન તો કર્યું જ નહીં
રિપોર્ટ :- ગુરુ G.
ઉમરગામ :- વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા દરેક તાલુકામાં ભાજપના કેન્દ્રમાં સફળ 7 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે વન અને આદિજાતિ રાજ્ય પ્રધાન રમણ પાટકરની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. જ્યારે મંત્રી સાથે ફોટા પડાવવા સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ કાર્યકરો ભૂલ્યા હતા.
ઉમરગામ તાલુકામાં સેવા-હિ- સંગઠનના ઇન્ચાર્જ અને તાલુકા ઉપપ્રમુખ દોલત પટેલની અધ્યક્ષતામાં અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે હાલ જિલ્લામાં અને ઉમરગામ તાલુકામાં કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા માટે લોહીની મોટી જરૂરિયાત ઉભી થઈ છે. તેવું જણાવ્યા બાદ પણ કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો નહોતો. રક્તદાન કેમ્...