ઉમરગામમાં UIA ની મીટિંગમાં હોસ્પિટલ પ્રોજેકટ વહેલી તકે પૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી
શુક્રવારે ઉમરગામની આર. જી. લેન્ડમાર્ક હોટેલ ખાતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં ઉપસ્થિત પ્રમુખ સહિતના અગ્રણીઓએ સૂચિત હોસ્પિટલ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી 3 ફેઝમાં અદ્યતન સુવિધાસજ્જ હોસ્પિટલ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
UIA ની AGM માં ઉમરગામ માટે અતિ મહત્વની સુવિધા સમાન હોસ્પિટલ પ્રોજેક્ટ સૌના સહિયારા પ્રયાસો થકી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે કટિબદ્ધતા દાખવી હતી. આ હોસ્પિટલ અંગે પ્રેઝન્ટેશન થકી આપવામાં આવેલ વિગતો મુજબ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. જેમાં 120 બેડ હશે. જે તે બાદ 2nd અને 3rd ફેઝમાં કુલ 240 બેડની હોસ્પિટલ સુધી લઈ જવાશે.
હોસ્પિટલ માટે પ્રથમ ફેઝમાં 32 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરાશે. બીજા તબક્કામાં 9 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. હોસ્પિટલ માં જનરલ મેડીસીન, ઓર્થોપેડિક વ...