Friday, January 31News That Matters

Tag: Two youths drowned in Daman Sea by Coastguard helicopter and rescued by local fishermen emergency team

દમણના દરિયામાં ડૂબતા 2 યુવકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી અને સ્થાનિક માછીમારો, ઇમર્જન્સી ટીમ દ્વારા બચાવી લેવાયા

દમણના દરિયામાં ડૂબતા 2 યુવકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી અને સ્થાનિક માછીમારો, ઇમર્જન્સી ટીમ દ્વારા બચાવી લેવાયા

Gujarat, National
સંઘપ્રદેશ દમણના જમપોર બીચ પર દરિયામાં ન્હાવા પડેલા 2 યુવકો દરિયાના મોજા સાથે તણાતા ચકચાર મચી હતી. જેમાં સ્થાનિક માછીમારો, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ પોલીસ ટીમ તેમજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન (ICGAS)ના હેલિકોપ્ટરની મદદથી બચાવી લઈ જિલ્લા વહીવટી તંત્રએ પોતાની સતર્કતાનો પરચો આપ્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં રહેતો 16 વર્ષીય રાહુલ નરેશ હળપતિ અને 18વર્ષનો મેહુલ શૈલેષ પટેલ દમણના જમપોર બીચ નજીક રામસેતુ બ્રિજ પાસે દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેઓ બને દરિયાની ભરતી માં તણાયા હતાં. જેઓની બુમાબુમ સાંભળી તેને બચાવવા સ્થાનિક માછીમારો દોડ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ અંગે 17:40 કલાકે ડિસ્ટ્રેસ કોલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ (SAR) કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીર...