દમણમાં 2016માં વિકલાંગ મહિલા સાથે બળાત્કાર કરનાર 2 આરોપીઓને 20 વર્ષની સજા
દમણમાં વર્ષ 2016 માં કચીગામની ચાલમાં રાતે 1 વાગ્યાના સુમારે રૂમમાં એક સાથે 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ધસી જઇ લૂંટ અને ચોરીની સાથે વિકલાંગ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી હતી. આ પ્રકરણમાં હવે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારાઇ છે.
કચીગામની ચૌલમાં રહેતી વિકલાંગ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગત 19/10/2016 ના રોજ રાત્રે તેઓ પતિ નાઇટ ડયુટી માટે કંપનીમાં ગયો હતો ત્યારે તે રૂમમાં દરવાજો બંધ કરીને એકલી સુતી હતી. તે દરમ્યાન રાતે 1 વાગ્યાના સુમારે તેના રૂમમાં 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ઘુસી ગયા હતાં અને તે તમામ ઇસમોએ એક પછી એક ફરિયાદી પર હથિયારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા.
આ સંદર્ભે કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં ગુનેગારોની ઓળખ ...