
ઉમરગામમાં રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતા ટીવી કેબલો અને ROB બ્રિજ નીચે થયેલ અતિક્રમણને દૂર કરવા DFCCIL એ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ…!
ઉમરગામ રોડ પર આવેલ રેલવે ઓવર બ્રિજ પર લટકતા ટીવી કેબલો અને રેલવે ઓવર બ્રિજ નીચે લારીઓવાળાઓએ ખાણીપીણીની લારીઓ લગાવીને તેમજ કેટલાક અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો પાર્ક કરીને અતિક્રમણ કર્યું છે. જેને કારણે કોઈ મોટું જોખમ ઉભું થઈ શકે છે. એ ધ્યાને રાખી DFCCIL ના અધિકારીએ સતર્કતા દાખવી આ અતિક્રમણ વહેલી તકે દૂર કરવા ઉમરગામ પોલીસ માં ફરિયાદ કરી છે. આ ફરિયાદને લઈ ગેરકાયદેસર ટીવી કેબલ પસાર કરનારા અને ROB નીચે અતિક્રમણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.ટીવી કેબલ ઓપરેટરો ઉમરગામ રોડ (રેલવે) ઓવરબિજ પરથી ટીવી કેબલો લઈ ગયાં હતાં. આ બાબત મીડિયામાં ઉછળી હતી. જેની જાણ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ. (DFCCIL) મુંબઈનાં અધિકારીઓને થતાં એમની ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
સદર નિરિક્ષણમાં રોડ (રેલવે) ઓવરબ્રિજ નીચે રાઈટ ઓફ વે ની જગ્યામાં રેલવેની ટીમને અતિક્રમણ ધ્યાને ચડ્યું હતું. જેને પગલે, DFCCIL એ, ક...