
વાપીમાં ઘર ઘર ગંગા, ગીતા, તુલસી અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનુ વિતરણ કરાયુ
વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે શનિવાર 16 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ રેલીમાં વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત દેશભરમાથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગંગા, ગીતા તથા તુલસીના દિવ્ય ત્રણ રથો સાથે જીવંત ઝાંખી સૌના આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. શનિવારે સવારે 8 કલાકે વાપી GIDC રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાડી ખાતે પહોચી હતી. આ શોભાયાત્રામા ત્રણ હજારથી વધુ ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતાં.
અભિયાન અંતર્ગત હોલમા સભા થઈ હતી જેમાં ભારતમાતા,ગૌ માતા, ગંગાકળશ...