
વાપી નજીક NH-48 પર કાળ બનીને આવેલા ટ્રક ચાલકે 2 ને કોળિયો કરી! 4 ને હોસ્પિટલ ભેગા કર્યાં! કાર-રિક્ષાનો કચ્ચરઘાણ વાળ્યો
મંગળવારે સાંજે વાપી નજીક મોહનગામ-કરમબેલા ફાટક પાસે હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂરો પર ટ્રક ચડાવી દેતા 2 મજૂરના મોત નિપજ્યા હતાં.
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોહનગામ કરમબેલા ફાટક નજીક મંગળવારે સાંજે એક ટ્રક 6 જેટલા મજૂરો પર કાળ બનીને ત્રાટકતા હાઇવે કિનારે ઉભેલા 2 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 ઘાયલ થયા હતાં. આ અકસ્માતમાં ટ્રક ચાલકે એક રીક્ષા અને કારને પણ અડફેટે લીધી હતી. ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી પહેલા કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂ...