વાપી રેલ્વે ઓવરબ્રીજ તોડવાની કામગીરીને કારણે બ્રીજ પરના ટ્રાફિકને 21મી ડિસેમ્બરથી ડાયવર્ઝન અપાશે
આગામી 21મી ડિસેમ્બર 2022 થી 20 જૂન 2024 સુધી મોટા વાહનોને બલીઠા ફાટક ઉપરથી, નાના વાહનોને અંડરપાસ, નવા ફાટક, કબ્રસ્તાન રોડ અને કસ્ટમ રોડ તરફ ડાયવર્ઝન અપાયું
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)ની પેટા કલમ -1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વાપીના હયાત રેલવે બ્રિજને આગામી તા.21-12-2022 ના તોડી પાડવાની કામગીરી સાથે અવરજવર માટે બંધ કરાશે. જે બાદ આગામી 20-06-2024 સુધી તમામ પ્રકારના વાહનો નીચે મુજબના રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તે રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
ડાયવર્ઝનની વિગત......
(1) તમામ પ્રકારના વાહનો એલ.સી.નં.81 બલીઠા ફાટક ઉપરથી આવન-જાવન કર...