વાપીના નામધા ખાતે ફ્લેટમાં લાખોનો જુગાર રમતા 6 કોન્ટ્રાક્ટરોની ટાઉન પોલીસે કરી ધરપકડ, 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારધામનો પર્દાફાશ
વાપી ટાઉન પોલીસે નામધા ગામમાં આવેલ હનુમંત રેસીડેન્સીના ફ્લેટમાં જુગાર રમતા 6 કોન્ટ્રાકટરને રોકડ રૂપિયા 2,07,430 તથા જુગારના સાહિત્ય સહિત કુલ 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસની ટીમે નામધા ખાતે હનુમંત રેસિડેન્સીમાં ચોથા માળે 403 નંબરના ફ્લેટમાં રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા 6 ઇસમો
1, દર્શક ભરત મહેતા, ધંધો કન્સ્ટ્રકશન રહે, ફલેટ નં .202 જે.કે પેલેસ સતાધાર સોસાયટી ચલા વાપી,
2, નીતીન ડાયા પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે. એ -207 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી
3, અશ્વિન લક્ષ્મણ પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે.એ -402 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી
4, યોગેશ રશીક મહેતા, ધંધો કોન્ટ્રાકટર રહે.રાજમોતી - 2 એપાર્ટમેન્ટ ફલેટ નં.બી -1 / 104 છરવાડા રોડ, વાપી
5, સંતોષભાઇ રમેશભાઇ જાદવ, ધંધો કોન્...