આવતી કાલે પ્રધાનમંત્રી પાલઘરમાં 76,000 કરોડના વઢવાણ પોર્ટ પ્રોજેક્ટનો અને 1,560 કરોડની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પાલઘરમાં પ્રધાનમંત્રી.....
પ્રધાનમંત્રી 30મી ઓગસ્ટ, 2024ના રોજ વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 76,000 કરોડ છે. તેનો ઉદ્દેશ વિશ્વકક્ષાનો દરિયાઇ પ્રવેશદ્વાર સ્થાપિત કરવાનો છે, જે મોટા કન્ટેનર જહાજોને પૂરી પાડીને, ઊંડા ડ્રાફ્ટ ઓફર કરીને અને અલ્ટ્રા-લાર્જ કાર્ગો જહાજોને સમાવીને દેશના વેપાર અને આર્થિક વિકાસને વેગ આપશે.
પાલઘર જિલ્લામાં દહાણુ શહેરની નજીક આવેલું વઢવાણ બંદર ભારતનાં સૌથી મોટાં ઊંડાં પાણીનાં બંદરોમાંનું એક હશે અને તે આંતરરાષ્ટ...