
વલસાડ જિલ્લાને કચરામુક્ત જિલ્લો બનાવવા ગામ-શહેરનો કચરો બંધ પડેલ ક્વોરીઓમાં ઠાલવી ડંપિંગ સાઇટ ઉભી કરવી જોઈએ
વલસાડ જિલ્લામાં 69 જેટલી ક્વોરી હાલ ચાલુમાં છે. જો કે, તેનાથી 3 ગણી ક્વોરીઓ બંધ હાલતમાં છે. જેમાંથી મોટાભાગની ક્વોરીઓ અવાવરું હોય અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. આવી ક્વોરીઓનો જો સરકાર અને સ્થાનિક પ્રશાસન ચાહે તો સદઉપયોગ કરી શકે છે. જિલ્લાના અનેક ગામ કે શહેર નજીક આવેલી આવી બંધ પડેલી ક્વોરીમાં ગામનો કચરો ઠાલવવાની મંજૂરી મેળવી તેને ડંપિંગ સાઇટ તરીકે વિકસાવવી જોઈએ તેવી ઈચ્છા વાપીના કેટલાક જાગૃત નાગરિકોએ તેમજ ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે.
લોકોનું માનીએ તો, વર્ષો સુધી બલિઠા ખાતે હાઇવે નંબર 48ને અડીને આવેલી આવી જ એક ખાણ માં અસંખ્ય લોકો ડૂબીને મોતને ભેટ્યા બાદ તંત્રએ આ ખાણ ને માટી પથ્થરથી બુરી દઈ તેની ઉપર જ મામલતદાર કચેરી બનાવી જગ્યાનો સદઉપયોગ કર્યો છે. આવી જ પહેલ જો અન્ય ક્વોરીઓમાં કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થઈ શકે છે.
સૌથી મહત્વનું છે કે, વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમ...