
વાપીમાં વડાપ્રધાનના રોડ શૉ ને યાદગાર બનાવવા ભાજપે સર્વ સમાજના પ્રમુખો, નગરસેવકો સાથે બેઠક યોજી વિવિધ સુચનોની આપ લે કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી નવેમ્બરે સાંજે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનેથી વાપીમાં આવશે. વાપીમાં તેઓ રોડ શૉ કરી જનતાનું અભિવાદન ઝીલવાના છે. ત્યારે અંદાજિત એક કિલોમીટરના રોડ શૉ ને ભવ્ય અને યાદગાર બનાવવા વાપી-પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ ચલા વિસ્તારમાં વાપી પાલિકાના નવરસેવકો, વિવિધ સોસાયટીઓમાં રહેતા સર્વ સમાજના પ્રમુખો સાથે એક બેઠક યોજી વિવિધ સ્વાગત સૂચનોની આપ-લે કરી હતી.
વિધાનસભાના ચૂંટણી પ્રચારને લઈ એક પખવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વલસાડ જિલ્લાના પ્રવાસે આવશે. વડાપ્રધાન ના આ બીજા પ્રવાસમાં તેઓ હવાઇમાર્ગે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશને ઉતરશે. જ્યાંથી મોટરના કાફલામાં ગુજરાત-દમણની બોર્ડર પર અવશે. ગુજરાત-દમણની બોર્ડર પર તેઓ વાપીમાં ભવ્ય રોડ શૉ કરી લોકોનું અભિવાદન ઝીલશે. વાપીના ચલા વિસ્તારમાં અંદાજિત એક કિલોમીટરના આ રોડ શૉ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી...