વિકસતા વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા બલિઠા ફાટક, NH-48નો નિર્માણાધિન બ્રિજ ફોર લેન બનાવો, બલિઠા, સલવાવના ગ્રામજનોએ કનુભાઈના કાને વાત કરી
સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ (ROB) અને NH-48 પર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી હતી. હવે કામગીરી શરૂ થઈ છે. ત્યારે ભવિષ્યના ટ્રાફિક ને ધ્યાને રાખી બલિઠા ROB ને ફોરલેન બનાવવા માટે હાલમાં જ બલિઠા-સલવાવમાં વિકાસના કામોનું ખાતમુહરત-લોકાર્પણ કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈ સમક્ષ ગામના સરપંચો, સભ્યો, આગેવાનોએ રજુઆત કરી હતી.
એક સમયે બ્રિજની કામગીરીમાં આડખીલીરૂપ બનેલા આ મહાનુભાવો ને હવે રહી રહીને બ્રહ્મજ્ઞાન મળ્યું છે. એટલે ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી ફોરલેન બ્...