આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ સાથે વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગનું સમાપન
વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 6 - 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જેનું ગુરુવારે સમાપન થયું હતું. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપી જાણીતા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 6- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર, વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA ના પ્રમુખ કમલેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફાઇનલ રમનારી બંને ટીમને ટ્રોફી, પ્રાઈઝ...