GNLU સેલવાસ કેમ્પસ ખાતે ફોજદારી કાયદાઓ વિશે DNHDD પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્ર
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલ્વાસા કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે DNH અને DD ના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ થયો છે.
સીલવાસા, 29 જાન્યુઆરી 2024: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલ્વાસા કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે DNH અને DD ના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, સયાલીના વાઈસ પ્રિન્સિપાલ શ્રી નવીન રોહિત, DANIPS અને જીએનએલ યુ ગાંધીનગર અને સિલ્વસાના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કર્મચારીઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા, 2023માં તાલીમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સંસ્થાનવાદી યુગના કાયદાઓ બદલવા, ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને ન્યાયની ડિલિવરી સુનિશ્ચિત કરવાના આશયથી સંસદે ભારતીય ન્યાય સંહ...