
ઉમરગામના એકલારા ગામેં કંપનીનો પ્રદૂષિત ઘન કચરો માફિયા દ્વારા જાહેરમાં નાખતા યુવા શક્તિ સંગઠને લેખિત ફરિયાદ કરી
ઉમરગામ તાલુકાના એકલારા ગામે અંદરના માર્ગ પાસે દમણ ગંગા નદી કિનારેથી નેશનલ હાઈવે નીકળે તે માર્ગ પાસે તારીખ 2 ઓક્ટોબરે રાત્રિના સમય ગાળા દરમિયાન પ્રદુષણ ફેલાવી રોકડી કરતા માફિયા દ્વારા પ્રદૂષિત ઘન કચરો નાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. યુવા શક્તિ સંગઠને વડી કચેરીમાં લેખિત ફરિયાદ કરી છે.
ઉમરગામ તાલુકાના યુવા શક્તિ સંગઠનના પ્રમુખ મિતેશ પટેલએ રીજનલ ડાયરેક્ટર પ્રસન્ન ગર્ગવા, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,પરિવેશ ભવન, આત્મજ્યોતિ, આશ્રમ રોડ વી.એમ.સી ઓફિસ નંબર 10ની સામે સુભાનપુરા વડોદરાને લેખિત રજૂઆત કરી અગાઉ પણ કપરાડા તાલુકા જંગલ ભર્યા વિસ્તારમાં પણ એ જ પ્રકારે પ્રદૂષિત ધન કચરો નાખી પર્યાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો, જે મુદ્દાનો ઉલ્લેખ કરી જીપીસીપી ચેરમેન અને સભ્ય ગાંધીનગર, જિલ્લા કલેકટર કચેરી વલસાડ તથા જીપીસીપી સરીગામ અધિકારી એ.ઓ ત્રિવેદીને નકલ રવાના કરી ગાંધી જન્મ જયંતીના દિને ...