ઉમરગામના ખરાબ રસ્તાની મરામત માટે વેલ્ફેર રીક્ષા એસોસિએશને આવેદનપત્ર આપી મામલતદાર ને રજુઆત કરી
ઉમરગામ તાલુકાના અને ટાઉન વિસ્તારના તમામ મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં છે. ખાડાવાળા આ માર્ગોને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. રીક્ષા સંચાલકોને પેસેન્જરથી મળતા ભાડા સામે નુકસાનનો ખર્ચ વધુ વેઠવો પડી રહ્યો છે. ત્યારે, તમામ મુખ્ય માર્ગોની મરામત થાય તેવી રજુઆત સાથે ઉમરગામ વેલ્ફેર રીક્ષા એસોસિએશન દ્વારા ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. તેમજ એક સપ્તાહમાં માર્ગનું સમારકામ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વેલ્ફેર રીક્ષા એસોસિએશન ઉમરગામ ના પ્રમુખ પ્રદીપ પટેલની આગેવાનીમાં ઉમરગામ મામલતદાર ને આવેદનપત્ર આપી બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા રજુઆત કરવામાં આવી હતી. પ્રદીપ ટંડેલે જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામા આવેલ GIDC માં અંદાજિત 1.35 લાખ કામદારો રોજીરોટી મેળવવા વિવિધ એકમોમાં કામ કરે છે. જેમને લાવવા લઈ જવા માટે સંજાણ અને ઉમરગામ મળીને 1200...