Friday, January 31News That Matters

Tag: The water of Damanganga canal passing near Chiri Balitha near Vapi turned red with the color of food items Damanganga Canal GPCB officials came running

વાપી નજીક છીરી-બલિઠામાથી પસાર થતી દમણગંગા નહેરનું પાણી ખાદ્ય સામગ્રીના કલરથી થયું લાલ! દમણગંગા નહેર, GPCB ના અધિકારીઓ દોડતા થયા

વાપી નજીક છીરી-બલિઠામાથી પસાર થતી દમણગંગા નહેરનું પાણી ખાદ્ય સામગ્રીના કલરથી થયું લાલ! દમણગંગા નહેર, GPCB ના અધિકારીઓ દોડતા થયા

Gujarat, National
વાપી નજીક છીરી-છરવાડા-બલિઠા માંથી પસાર થતી દમણગંગા નહેરમાં ગુરુવારે સવારે અચાનક જ લાલ પાણી વહેતુ હોય કોઈ કેમિકલ કંપનીએ નહેરના પાણીમાં કેમિકલ છોડ્યું હોવાની દહેશતે લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જેની જાણ દમણગંગા નહેર વિભાગ અને GPCB ના અધિકારીઓને કરતા અધિકારીઓએ તાબડતોબ તપાસ હાથ ધરી હતી. જો કે આ પાણી કોઈ કેમિકલ કંપનીના કારણે નહિ પરંતુ છીરી નજીક નહેરમાં કોઈએ ખાવાના પદાર્થોમાં વપરાતા કલરનું પેકેટ નાખી દીધું હોય તે કલર પાણીમાં ઓગળવાથી નહેરનું પાણી લાલ થયું હોવાનું તારણ સામે આવ્યું છે. દમણગંગા સિંચાઈ વિભાગ દ્વારા મધુબન ડેમમાંથી નહેર મારફતે વલસાડ જિલ્લામાં ખેતી માટે તેમજ ઔદ્યોગિક એકમો માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં વાપી નજીક છીરી-છરવાડા-બલિઠાથી પસાર થતી નહેરમાં અચાનક એકદમ લાલ પાણી વહેતુ હોય લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. નહેરમાં વહેતા પાણીના ક...