વાપીમાં નિર્માણાધિન ROBથી ઉભી થતી સમસ્યાઓના નિરાકરણ માટે વાપી શહેર કોંગ્રેસ સમીતી દ્વારા PWDને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ
શુક્રવારે વાપીમાં આવેલ PWD કચેરીએ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ફરહાન બોગા અને વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓએ સર્કિટ હાઉસ વાપી સ્થિત PWD ની ઓફિસ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને ઉદ્દેશીને અપાયેલ આવેદનપત્રમાં વિવિધ રજૂઆતો કરી હતી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, વાપી માં ચાલતા ROB ના કામ માં કોન્ટ્રાકટર દ્વારા ખુબજ બેદરકારી અને ગેરરીતિ જોવા મળી રહી છે. જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ
વાપી પશ્ચિમ માં આવેલ ઇટાલિયન બકેરી થી લઈ ઝંડા ચોક સુધી ના બધાજ દુકાનદારો, વેપારી અને રહીશોને આ પ્રોજેક્ટના કાર્યથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઈમરજન્સી વખતે આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કોઈ પણ સંજોગોમાં પહોંચી શકે તેમ નથી. ROB ના નિર્માણકાર્યને લઈ...