
વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવા વાપીમાં લોકોને જાગૃત કરાયા
હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. જેને ધ્યાને રાખી ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી લોકો સાવચેત રહે, જાગૃત બને તેવા કાર્યક્રમના આયોજન કરવામાં આવતા હોય છે. જે ધ્યાને રાખી વાપીમાં હરિયા હોસ્પિટલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વાપી શહેરી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવા હરિયા હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સમજૂતી પુરી પડાય હતી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો એવા
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા વિશે ઉપસ્થિત શહેરીજનોને સમજૂતી અપાઈ હતી.
તેમજ મચ્છરજન્ય રોગોથી કઈ રીતે બચી શકાય, તેની સારવાર કઈ રીતે કરવી તે અંગે કેવા પગલાં લેવા જરૂરી છે. તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્...