
વાપીની પેપરમિલમાં વીજ શૉક લાગવાથી કામદારનું કરુણ મોત, વિધવા માતાનો એક જ સહારો હતો મૃતક
વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ પેપરમિલમાં મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિલ હેલ્પર તરીકે કામ કરતા 22 વર્ષીય યુવકને વીજ શૉક લાગતા કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ કંપની સંચાલકો સામે કામદારોની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતાં.
વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ નામની પેપરમિલમાં કામ કરતા 22 વર્ષીય દીપકુમાર ચીમનભાઈ પટેલને કંપનીમાં કામ કરતી વખતે અચાનક વીજ કરંટ લાગતા તેમને વાપીની ESIC હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મૃતક યુવક દીપકુમાર મૂળ વાપી નજીકના કોચરવા ગામનો રહીશ હતો. N R અગ્રવાલ પેપરમિલમાં તે મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિકલ હેલ્પર તરીકે નોકરી કરતો હતો. પરિવારમાં પિતાના અવસાન બાદ તે તેની માતાનો એક જ સહારો હતો. પુત્રના અવસાનની ખબર મળતા માતા પર વ્રજઘાત થયો હતો. યુવ...