વાળમાં આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવાના ચક્કર માં સલૂન વાળાએ યુવકને દઝાડયો
વાપીના ભડકમોરા વિસ્તારમાં એક સલૂન વાળાને ત્યાં વાળ કપાવવા આવેલ યુવકના વાળમાં ક્રીમ લગાવી આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવા જતા યુવકને દઝાડી મુકવાની ઘટના અને તેનો વીડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
વાપીમાં નવા વર્ષના સ્ટાઈલિશ વાળ કપાવવાના મોહમાં એક યુવક દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો છે. ઘટનાનો એક વીડિઓ પણ વાયરલ થયો છે. જેમાં હેર સલૂન વાળો યુવકના માથામા ક્રીમ લગાવી તેના મોઢાને કપડાથી ઢાંકી માથાના વાળમાં આગ લગાડે છે. જેનો અચાનક ભડકો થતા યુવક ગભરાઈ જઈ ખુરશી પરથી ઉભો થઇ બહાર દોડી જાય છે. જેના માથા પર પાણી છાંટવાનું કહેતા અન્ય લોકોના અવાજ સંભળાય છે.
જો કે આ વાયરલ વીડિઓ વાપી ના આરીફ શાહ નામના યુવકનો હોવાનું અને તે વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ બંટી નામના હજામની દુકાનમાં વાળ કાપવા ગયો હતો ત્યારે બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઘટનામાં વધુ મળતી ...