વાપી GIDC માં આવેલ આ કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને સ્ટીમથી આસપાસની કંપનીઓની વધી રહી છે પરેશાની, GPCB ની કાર્યવાહી પર પ્રશ્નાર્થ…?
વાપી GIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નાની મોટી મળીને 4 હજાર જેટલી કંપનીઓ આવેલી છે. વાપી GIDC ની સ્થાપના થઇ ત્યારથી તે પર્યાવરણ મામલે સતત બદનામ થતી રહી છે. હાલમાં પણ GIDC માં આવેલ કેટલાક એકમો આ બદનામીના ડાઘ ને ભૂસવાના બદલે તેને વધુ મોટો કરવામાં રત છે. જેને કારણે પર્યાવરણની જાળવણીમાં સતર્ક રહેનારી કંપનીઓ પણ નાહકની બદનામ થઈ રહી છે.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલી આવી જ એક કંપની રોજના મોટેપાયે સ્ટીમ ઉત્પન્ન કરી તેને આકાશમાં છોડી રહી છે. જો કે, કંપની ના સંચાલકોનું અને GPCB ના અધિકારીઓનું માનીએ તો આ સ્ટીમમાં 80 ટકા પાણી અને માત્ર 20 ટકા કાર્બન એટલે કે ધુમાડાના ઘટકો હોય તેને મંજૂરી મળી છે. આ સ્ટીમ આકાશમાં વધુ ઊંચે જવાને બદલે ચીમની વાટે બહાર નીકળ્યા બાદ આસપાસના જમીની વિસ્તારમાં નીચે ઉતરે છે. જેને કારણે આસપાસની કંપનીઓમાં અને મુખ્ય રસ્તાઓ દિવસના પણ ધુંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આસપાસન...