ઉમરગામની સોળસુંબા પંચાયતે બનાવેલ દુકાનોના નાણાં પરત મેળવવા DDOને રજુઆત, પંચાયતે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ!
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત દ્વારા બજાર વિસ્તાર અને ગંગાદેવી રોડ સેન્ટ્રલ શાળા પાસે બનાવેલ કુલ 120 જેટલી દુકાનો ગેરકાયદેસર હોવાના આક્ષેપ ઉઠતા ચકચાર મચી ગઇ છે. દુકાન લેનારા ગ્રાહકોએ તેમના પૈસા પરત મળે તે માટે વલસાડ જિલ્લાના DDO ને મળી રજુઆત કરી છે. પંચાયતે અંદાજિત 6.5 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા છે.
સોળસુંબા ગામમાં પંચાયત દ્વારા ગૌચરની જમીન પર 2 સ્થળોએ અંદાજિત 120 જેટલી દુકાનો બનાવી તેની હરાજી કરી હતી. વર્ષ 2018માં તત્કાલીન પંચાયત સરપંચ અમિત પટેલે આ દુકાનો બનાવી હતી. જેની કિંમત પેટે ગ્રાહકોએ ચેકથી રકમ આપી હતી. હાલમાં 6 વર્ષે પણ દુકાનોનો કબજો ગ્રાહકોને મળ્યો નથી. જ્યારે નિર્માણ કરવામાં આવેલ દુકાનો ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવ્યું છે.
આ મામલે ગ્રાહક વેપારી પ્રેમ વ્યાસ અને મોહન અગરવાલ તેમજ વ્યવસાયે બિલ્ડર, સમાજ સેવક, કાયદા...