વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહમાં સંતો, રાજકીય આગેવાનો “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે!
અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ, વાપી, ડાંગ દ્વારા આગામી તારીખ 17મી એપ્રિલ રવિવારના વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત રાજ્યભરના સંતો, મહંતો અને આગેવાનો સહિત હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે. ત્યારે આ સંમેલનમાં અન્ય મહત્વના મુદ્દાઓ સાથે હિન્દૂ સમાજને મદદરૂપ થઇ શકે તેવી વિશેષ "રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ" જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે તેવા સૂચનો સમાજના બુદ્ધિજીવીઓના છે.
વાપીના ચલા અજીત નગર ખાતે રવિવારે સાંજે 5 કલાકે આયોજીત આ સંમેલનમાં અધ્યક્ષ અને સલવાવના સંત કપિલ સ્વામી, માધવસ્વામી, ગોપાલસ્વામી મહંત અમરગીરી બાપુ તથા મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહાર...