વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાએ વાહન ચાલકના હાડકા ભાંગ્યા! સોમવાર સુધીમાં રસ્તાઓનુ મરામત કામ નહીં થાય તો જનઆંદોલન!
વાપીમાં ચોમાસા દરમ્યાન ડુંગરી ફળિયા વિસ્તારમાં એક વાહન ચાલક રસ્તા પર પડેલા ખાડામાં ગબડી પડ્યો હતો. યુવકને પેટ, છાતીના ભાગે ઇજાઓ સાથે પગમાં ફ્રેક્ચર આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો છે. તો, વાપીના ભડકમોરાથી ચણોદ તરફના અને ચણોદ થી કરવડ તરફના માર્ગની 11મી જુલાઈ સોમવાર સુધીમાં મરામત કરવામાં નહિ આવે તો જન આંદોલન કરવાની ચીમકી સાથે વલસાડ નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યપાલક એન્જીનીયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વાપીમાં ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓ ચોમાસા દરમ્યાન ખાડામાર્ગમાં ફેરવાયા છે. જેને કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલી સાથે ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. કેટલાક અકસ્માત નો ભોગ બની રહ્યા છે. ત્યારે ગત રાત્રે ડુંગરી ફળિયા વિસ્તારમાં એક યુવક રસ્તાના આ મસમોટા ખાડામાં ગબડી પડ્યો હતો. જેમાં યુવકને પેટ-છાતીના ભાગે ઇજાઓ થઈ હતી. તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું હત...