સંજાણ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટથી પારસીઓના કીર્તિ સ્તંભની કીર્તિમાં થશે વધારો…..!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 508 રેલવે સ્ટેશનને જે તે શહેરની ઓળખ અને સંસ્કૃતિની ઝલક સાથે નવા બનાવવા માટે e શિલાન્યાસ કર્યો છે. ત્યારે તેમાં પારસીઓનું મહત્વનું તીર્થસ્થાન મનાતા સંજાણ ગામના રેલવે સ્ટેશનને પણ પારસીઓની ઐતિહાસિક ધરોહર જેવું બનાવવાવ સાથે સંજાણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા પારસી સમાજે તેને વધાવી ખુશી વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે, આગામી દિવસોમાં સંજાણ ડે સિવાયના દિવસોમાં પણ વધુ પારસીઓ કીર્તિ સ્તંભ ની મુલાકાતે આવી શકશે તેવી લાગણી પારસી સમાજે વ્યક્તિ કરી હતી.
વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે ઉપસ્થિત ...