વાપીની પ્રમુખ સહજ સોસાયટીમાં છેલ્લા નોરતે 9 માતાજીની ઝાંખી રજૂ કરી સોસાયટીના ખેલૈયાઓ ગરબે રમ્યા!
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ઉત્સાહભેર નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાપીની પ્રમુખ સહજ સોસાયટીમાં રહેતા 560 ફ્લેટ ધારકો નવરાત્રીના નવેનવ દિવસ અલગ અલગ થીમ પર ગરબે રમ્યા હતાં. 9માં નોરતે માતાજીના 9 સ્વરૂપ ની ઝાંખીના દર્શન કર્યા હતાં. તો મહિલાઓ, યુવતીઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી હતી.
વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં નવરાત્રીના નવ દિવસ ડીજે ના તાલે રોશનીના ઝાકમજોળ વચ્ચે ખેલૈયાઓએ ઉત્સાહભેર નવરાત્રીની મજા માણી હતી. નવરાત્રી પર્વના આ આયોજનમાં નવે 9 દિવસ અલગ અલગ થીમ પર સોસાયટીના અબાલ વૃદ્ધ સૌ કોઈએ ગરબાની રમઝટ બોલાવી હતી. તો નવરાત્રીના અંતિમ દિવસ એવા નવમાં નોરતે નાની બાળકીઓને નવ એ નવ દેવીના સ્વરૂપે પ્રસ્તુત કરી હતી. યુવતીઓ અને મહિલાઓએ ગરબાને માથે લઈ ગરબે રમી હતી.
આ આયોજન અંગે પ્રમુખ સહજ સોસાયટીના સભ્ય અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે સોસાયટીમાં અલ...