વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!
વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. એમાં પણ વાપી થી સેલવાસ તરફ અને વાપી-ચણોદ થી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56 ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસ ખ...