દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે ધરપકડ કરી
કેન્દ્રશાસિત દમણમાં પોલીસે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની અને તેના ભાઈની ધરપકડ કરતા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ધરપકડ કરેલ પ્રમુખે એક ભંગારના વેપારીને ધંધો કરવા પેટે દર મહિને 20 હજારનો હપ્તો આપવાની ધમકી આપી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણની જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક ઉર્ફે ઈશ્વર પટેલની દમણ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ વિગતો આપી હતી કે, દમણના કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીએ રૂબરૂમાં આવી ફરિયાદ લખાવી હતી કે, તે વાપીના તેના પાર્ટનર સાથે મળી ભાગીદારીમાં ભંગારનો ધંધો કરે છે. જે ભંગાર તેઓ દમણની કંપનીઓમાંથી ઊંચકતા હોય છે.
આવી જ દલવાડા સ્થિત એક કંપની માંથી તેઓ ભંગાર ઉપાડતા હોય એ અંગે મૂળ દલવાડાના પ્રકાશ ફળિયામાં રહેતા અને દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ પર બિરાજમાન નવીન રમણ પટેલ તેમજ તેમનો નાનો ભાઈ અશ...