વાપી પાલિકા દ્વારા ટેક્સની રકમમાં કરેલો ધરખમ વધારો પરત ખેંચવા વિપક્ષી નેતાની આગેવાનીમાં પાલિકાનો ઘેરાવ
વાપી નગરપાલીકાના કારભારીઓએ અને સત્તાધીશોએ મનસ્વી રીતે ડ્રેનેજ કનેકશન તથા સામાન્ય પાણી વેરાના ટેક્ષમાં અસહ્ય વધારો કરી દેતા તેના વિરોધમાં કોંગ્રેસી નગરસેવકો, વિપક્ષી નેતાની આગેવાનીમાં જન મોરચો લઈ વાપી નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના સત્તાધીશો ગેરહાજર રહેતા વાંધા અરજી લઈ ઉપસ્થિત રહેલા નગરજનોએ હુરિયો બોલાવી આવેદનપત્ર આપ્યું હતું.
વાપી નગરપાલિકામાં સત્તાધીશોના મનસ્વી કારભારને લીધે જાહેર જનતાએ મોંઘવારીમાં ટેક્ષ વધારાના રૂપે વધુ એક માર સહન કરવાનો વખત આવ્યો છે. જેના વિરોધમાં નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈએ કોંગ્રેસી નગરસેવકો અને શહેરીજનો સાથે વાપી નગરપાલિકાનો ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર વાપીમાં ડ્રેનેજ કનેકશનની કામગીરી 20 થી 30 ટકા બાકી છે. પ્રજાએ તેનો ઉપયોગ પણ કર્યો નથી. તેમ છતાં પાલિકાએ માનસ્વી રીતે ટેક્ષમાં 1200 તથા 600 તથા...