
વાપીમાં 13મી ઓગસ્ટથી 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાશે રાષ્ટ્રધ્વજ
દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર 13મી ઓગસ્ટના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવશે.
આ અંગે વાપી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશ હાલ 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાલિકા તરફથી 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવી આ ભેટ આપવાનો પ્રયાસ છે.
વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. જેનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થશે. 21 ફૂટ લા...