વાપીમાં તિરંગા સાથે ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં નાણાપ્રધાનના હસ્તે 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઉંચે તિરંગો ફરકાવી ભવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ હાલ 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાલિકા તરફથી 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવી આ ભેટ આપી હતી. તિરંગા નું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને જબબર પ્રતિસાદ આપ્યો હતો.
વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 2...