નવરાત્રીનો છેલ્લો દિવસ ‘Selfie Day’…… ખેલૈયાઓએ યાદગીરીરૂપે મોબાઈલમાં કેપ્ચર કર્યા ટ્રેડિશનલ સેલ્ફી પોઝ……
માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે. ત્યાં ત્યાં નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના સાથે રાસ ગરબાની રમઝટ બોલી હતી. 26મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું નવરાત્રી પર્વ 4 ઓક્ટોબરે નોમ ના પૂર્ણ થયુ હતું. ત્યારે આ યાદગાર ક્ષણોને કાયમી સંભારણા માટે ખેલૈયાઓએ છેલ્લા દિવસે સેલ્ફી લઈ મોબાઈલમાં કેદ કરી હતી.
વાપી એ આમ તો બિનગુજરાતીઓને કારણે પંચરંગી શહેર છે. એટલે અહીં દરેક સોસાયટીમાં રહેતા બિન ગુજરાતીઓ પણ ગુજરાતીઓ સાથે કેડીયા, ચણિયા ચોળી, રંગબેરંગી સાફા, ધોતિયામાં સજ્જ થઈ નવરાત્રીમાં ગરબે રમે છે. નવરાત્રીના નવ દિવસ તમામ વયના લોકો માટે ઉત્સાહ અને આનંદના દિવસો બને છે. ત્યારે, 26મી સપ્ટેમ્બરે પ્રથમ નોરતાથી શરૂ થયેલ નવરાત્રી પર્વ 4 ઓક્ટોબરે નવમાં નોરતા સાથે પૂર્ણ થયું હતું. આ નવ દિવસને કાયમી સંભારણા રૂપે ખેલૈયાઓએ પોતપોતાના મોબાઈલમાં સેલ્ફી પોઝ ક્લીક કર્યા હતાં.
...