છીરીની મહિલાના હત્યારાઓ પશ્ચિમ બંગાળથી અપહરણ કરી લાવેલ યુવતી પાસે દેહવ્યાપાર કરાવતા હતાં. દેહવ્યાપારમાં ફસાયેલા યુવતીને પોલીસે છોડાવી
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામે બંગાળી મહિલાની હત્યામાં સંડોવાયેલા 2 હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા છે. આ હત્યારાઓએ પશ્ચિમ બંગાળથી એક યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને તે યુવતી પાસે વાપી, દમણ, સેલવાસમાં દેહવ્યાપાર કરાવતા હોવાની વિગતો મળતા પોલીસે યુવતીને છોડાવી વતન પશ્ચિમ બંગાળ રવાના કરી છે.
વાપી તાલુકાના છીરી ગામે પૈસા મેળવવાની લાલચે એક બંગાળી યુવતીની હત્યા કરનાર આરોપી દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને એક યુવતીને પશ્ચિમ બંગાળથી લાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો વલસાડ પોલીસે આપી છે.
ગત 18મી એપ્રિલે વાપી નજીકના છીરી ગામના રણછોડનગરમાં આવેલ ગાયત્રી કોમ્પલેક્ષના બીજા માળે રહેતી બિલ્કીસ પરવીન રાજુ મંડલ પોતાના ઘરે એકલી હતી. તે દરમ્યાન ગળે ટુંપો આપી હત્યા કરી હત્યારા ફરાર થયા હતાં. જેને SOG ની ટીમે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જો કે આ હત...