તોડબાજ પત્રકાર ગેંગે એક તબીબને મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે બોલાવી 12 લોકોના નામે 1.80 લાખ પડાવ્યા…!
વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં તોડબાજીના નામે ચર્ચાની એરણે ચડેલા તોડબાજ પત્રકાર ગેંગ સામે વાપી ટાઉનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ એક તબીબે કરી છે. જેની પાસેથી આ તોડબાજ ગેંગમાં સામેલ લક્ષ્યવેધ પેપર, યૂટ્યૂબ ચેનલના ક્રિષ્ના ઝા, ડેર ટૂ શેયર ન્યૂઝપેપર, પબ્લિક વોઇસ યુટ્યુબ ચેનલની સંધ્યા ઉર્ફે સોનિયા ચૌહાણ અને નગર હવેલી ન્યૂઝ યૂટ્યૂબ ચેનલની સેમ શર્માએ ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કર્યા બાદ 5 લાખની ડિમાન્ડ કરી છેવટે 1.80 લાખ પડાવ્યા છે.
વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે એક સ્પા સંચાલકે 5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં હવે વધુ એક ફરિયાદ નોંધાતા વાપી સહિત વલસાડ જિલ્લાના પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં તોડબાજ પત્રકાર ગેંગ સામે IPC કલમ 386, 504, 506 (2), 114 મુજબ આ બીજી ફરિયાદ નોંધાય છે. ...