
જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમત્તે મટન શોપ બંધ રાખવા મુખ્ય મંત્રીને લેખિત રજૂઆત કરાઈ
સૂત્ર અનુસાર એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા તથા હિંસા નિવારણ સંઘ સરીગામ ભીલાડના પ્રમુખ અંકિત કુમાર નીતિનભાઈ શાહ તથા વિશ્વ હિન્દુ પરિષદના પિયુષ શાહ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉમરગામ મામલતદાર કચેરીએ તથા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે,જૈન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. જે જિલ્લામાં તારીખ 12 સપ્ટેમ્બરથી પર્યુષણનો પવિત્ર તહેવારનો આરંભ થતો હોય તારીખ 20 સપ્ટેમ્બર સુધી વિસ્તારમાં ચિકન,મટન મીટ માસ શોપ,માછલી અને ઈંડાના વેચાણ તથા માસાહારી આઈટમનું વેચાણ બંધ રાખવામાં આવે. તથા વલસાડ પોલીસ વડાને ઉપરોક્ત લેખિત રજૂઆતની નકલ મોકલી સહકાર આપવા માંગ કરવામાં આવી હતી.
જોકે ઉપરોક્ત લેખિત રજૂઆત બાદ શ્રી જૈન શ્વેતાંબર પૂર્તિ મૂર્તિપૂજક સંઘે પણ લેખિત જાણ કરી છે. ત્યારે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે અને ખાસ ગણેશ ચતુર્થી ગણપતિના ત્રણ દિવસ દરમિ...