
ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ લાયન્સ ક્લબનું વાપીમાં 19મુ વાર્ષિક અધિવેશન મળ્યું
વાપીના VIA ઓડિટોરિયમ ખાતે 26મી માર્ચ રવિવારે લાયન્સ ક્લબનું 19મુ વાર્ષિક સંમેલન મળ્યું હતું. ડિસ્ટ્રિક્ટ 3232 F2 વર્ષ : 2022-23ના આ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શનમાં આભા થીમ હેઠળ આયોજિત સંમેલનમાં ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ લાયન્સ ક્લબના લાયન મુકેશ કુમાર ઉપરાંત અન્ય વર્તમાન તેમજ પૂર્વ ગવર્નરો ઉપસ્થિત રહ્યા હતાં.
અધિવેશન દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો-સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા સહિત ક્લબ દ્વારા મેળવેલ ભંડોળ, વર્ષ દરમ્યાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ 40 બહેનોને સિલાય મશીનની ભેટ આપી હતી.
આભા થીમ પર આયોજિત લાયન્સ ક્લબના આ 19માં વાર્ષિક અધિવેશનના અધ્યક્ષ લાયન મુકેશકુમાર પટેલ PMJF અને સંમેલન સમિતિના કાઉન્સેલર લાયન અશોક કાનુગો MJF બહુવિધ પરિષદના અધ્યક્ષ 1996-97 અધિવેશન સમિતિના અધ્યક્ષ લાયન પી.ડી. ખેડકર ...