ગુજરાતમાં ભારે વરસાદમાં બનેલા બનાવો લોકોની બેદરકારીથી બન્યા છે, રાહત કામગીરી માટે સરકાર કટિબદ્ધ :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ
સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાનની ભીતિ સેવાઇ છે. પરંતુ, પુર જેવી પરિસ્થિતિમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. તેમજ વરસાદના પાણીને કારણે જે વિસ્તાર અસરગ્રસ્ત છે. ત્યાં રાહત કામગીરી કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.
વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત મહા રક્તદાન કેમ્પનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં વરસતા વરસાદી માહોલ અંગે જણાવ્યું હતું કે, વરસાદ આવે તે ખૂબ જ સારી વાત છે. કેમ કે, વરસાદ માટે આપણે પૂજા પાઠ કરાવીએ છીએ. હાલમાં રાજુમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પણ ગુજરાત માટે સારી પરિસ્થિતિ છે. રાજ્યના તમામ ડેમ તળાવ ભરાયા છે. ભારે વરસા...